Wednesday, November 10, 2010

વ્રજવાણીના ઇતિહાસ

રાપર તાલુકાના વ્રજવાણી ગામે વર્ષો પૂર્વે ઢોલી સાથે રાસ રમતી આહિરાણીઓ સતી થઇ હતી તે જગ્યાએ આહિરાણીઓનું ઢોલી સાથે રાસનું સ્મારક અને રાધાકૃષ્ણ મંદિર બનાવાશે એમ આજે રાજયમંત્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં જણાવાયું હતું. રાજયમંત્રીએ સતી આહિરાણીઓના પાળિયાને ઇતિહાસની ધરોહર સમાન ગણાવ્યા હતા. ૫૫૪ વર્ષ પૂર્વે વ્રજવાણી બનેલી ઘટનાના ઇતિહાસને ઉજાગર કરવા આજે વ્રજભૂમિમાં આહિર સમાજનું મોટું સંમેલન યોજાયું હતું. વ્રજવાણી ઐતિહાસકિ સ્મારક નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઇ આહિરની અઘ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ઇતિહાસની ધરોહર સમાન સતીઓના પાળિયાનું સ્મારક બનાવવા આવું વિશેષ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. લોકકલા માટે આશરે ૧૪૦ આહિરાણીઓએ આ ભૂમિમાં બલિદાન આપ્યું હતું અગ્રણીઓ જણાવ્યું હતું કે સતી થયા બાદ વાગડના આહિરો આ ગામે રાસ તેમજ પીવાના પાણીનો અપૈયો (અહીં પાણી પણ ન પીવું) રાખ્યો હતો જે આજે સંતો મહંતોની ઉપસ્થિતિમાં છોડાયો હતો. આ તકે ધાણેટી રાસ મંડળી દ્વારા દેશી ઢોલના તાલે રાસ પણ સમાજની ઉપસ્થિતિમાં રજૂ કરાયો હતો.

વ્રજવાણીના ઇતિહાસમાં શું છે ?
વ્રજવાણીમાં ૧૪૦ આહિરાણી કેવી રીતે સતી થઇ તેના ઇતિહાસમાં ડોકિયું કરવા દસેક જેટલા વહીવંચા બારોટના અભિપ્રાય મેળવાયા છે. જેમાં સંવત ૧૫૧૧ વૈશાખ સુદ ચોથના આ ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે જેમાં જણાવાયા મુજબ અમરાભાઇ આહિર અને રવાભાઇ આહિરના બે કબીલા હતા અને બન્ને કબીલાઓ વચ્ચે વધારે કુસંપ હતો. જેમાં અમરા આહિરના કબીલાવાળાઓએ રવા આહિરના કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી સામેના કબીલાનો હોવાથી તલવારના ઘાએ ઢોલી ઢળી પડતાં તેના પાછળ આઘાતમાં આવી જઇને ૧૪૦ આહિરાણીઓ સતી થઇ ગઇ હોવાનું વહીવંટીચા બારોટ મોઘા વાઘા પાસે ઉલ્લેખ છે તેવું ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment