Friday, November 29, 2013

Wednesday, November 10, 2010

વ્રજવાણીના ઇતિહાસ

રાપર તાલુકાના વ્રજવાણી ગામે વર્ષો પૂર્વે ઢોલી સાથે રાસ રમતી આહિરાણીઓ સતી થઇ હતી તે જગ્યાએ આહિરાણીઓનું ઢોલી સાથે રાસનું સ્મારક અને રાધાકૃષ્ણ મંદિર બનાવાશે એમ આજે રાજયમંત્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં જણાવાયું હતું. રાજયમંત્રીએ સતી આહિરાણીઓના પાળિયાને ઇતિહાસની ધરોહર સમાન ગણાવ્યા હતા. ૫૫૪ વર્ષ પૂર્વે વ્રજવાણી બનેલી ઘટનાના ઇતિહાસને ઉજાગર કરવા આજે વ્રજભૂમિમાં આહિર સમાજનું મોટું સંમેલન યોજાયું હતું. વ્રજવાણી ઐતિહાસકિ સ્મારક નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઇ આહિરની અઘ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ઇતિહાસની ધરોહર સમાન સતીઓના પાળિયાનું સ્મારક બનાવવા આવું વિશેષ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. લોકકલા માટે આશરે ૧૪૦ આહિરાણીઓએ આ ભૂમિમાં બલિદાન આપ્યું હતું અગ્રણીઓ જણાવ્યું હતું કે સતી થયા બાદ વાગડના આહિરો આ ગામે રાસ તેમજ પીવાના પાણીનો અપૈયો (અહીં પાણી પણ ન પીવું) રાખ્યો હતો જે આજે સંતો મહંતોની ઉપસ્થિતિમાં છોડાયો હતો. આ તકે ધાણેટી રાસ મંડળી દ્વારા દેશી ઢોલના તાલે રાસ પણ સમાજની ઉપસ્થિતિમાં રજૂ કરાયો હતો.

વ્રજવાણીના ઇતિહાસમાં શું છે ?
વ્રજવાણીમાં ૧૪૦ આહિરાણી કેવી રીતે સતી થઇ તેના ઇતિહાસમાં ડોકિયું કરવા દસેક જેટલા વહીવંચા બારોટના અભિપ્રાય મેળવાયા છે. જેમાં સંવત ૧૫૧૧ વૈશાખ સુદ ચોથના આ ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે જેમાં જણાવાયા મુજબ અમરાભાઇ આહિર અને રવાભાઇ આહિરના બે કબીલા હતા અને બન્ને કબીલાઓ વચ્ચે વધારે કુસંપ હતો. જેમાં અમરા આહિરના કબીલાવાળાઓએ રવા આહિરના કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી સામેના કબીલાનો હોવાથી તલવારના ઘાએ ઢોલી ઢળી પડતાં તેના પાછળ આઘાતમાં આવી જઇને ૧૪૦ આહિરાણીઓ સતી થઇ ગઇ હોવાનું વહીવંટીચા બારોટ મોઘા વાઘા પાસે ઉલ્લેખ છે તેવું ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું.

Sunday, October 3, 2010

આહીર સમાજ નું ગૌરવ



આહીર સમાજ વાડોદર ગામ ના રહીશ શ્રી જીગ્નેશ કે.ડાંગર અને મજેઠી ગામ ના રહીશ  શ્રી વિમલ ડાંગર          એ તાજેતર માં લેવાયેલ પોલીસ સબ  ઇન્સ્પેક્ટર  (પી.એસ.આઈ )ની પરિક્ષ માં સારા માર્ક્સ સાથે ઉર્તીર્ણ થવા બદલ અમારું તથા આહીર જ્ઞાતિ નું ગૌરવ વધારેલ છે તે બદલ લાખ લાખ અભિનંદન સાથે સુભેચ્છા ભવિષ્ય માં આપ પ્રગતિ કરો એવી શુભ કામના    
                                                                                                                                                                                              -અખિલ ગુજરાત આહીર શિક્ષક /અધ્યાપક મંડળ

Friday, January 8, 2010

Wednesday, January 6, 2010

ભવનાથ-જુનાગઢ મુકામે વિચાર ગોષ્ઠી યોજાઈ

શ્રી કૃષ્ણ અહીર યુવક મંડળ કેશોદ દ્વારા આયોજીત તા :-૦૩-૦૧-૨૦૧૦ ને રવિવારે ભવનાથ-જુનાગઢ મુકામે એક વિચાર ગોષ્ઠી કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમ માં કત્છ ,અમરેલી,રાજકોટ,કેશોદ.ધોરાજી.વાંકાનેર,મોરબી થી આહીર સમાજ ના વડીલો તેમજ અહીર યુવાનો હાજર રહ્યા હતા.ગુજરાત આહીર સમાજ ના પ્રમુખ શ્રી પેથલજીભાઈ ચાવડા ,અહીર રાજકોટ ના આહીર આગેવાન શ્રી નાગદાન ભાઈ ચાવડા,મેનંદબાપા લાવડીયા.કત્છ થી વી કે હુંબલ હાજર રહ્યા હતા,જ્ઞાતિ ના વિકાસ માટે ની વાતો અને ચર્ચા કરી,આ કાર્યક્રમ ને સફળ બનાવવા કેશોદ ના ઉત્સાહી આગેવાન એવા શ્રી કારાભાઈ બોરીચા એ ખુબ જહેમત ઉઠાવી હતી

Wednesday, November 11, 2009

શ્રી પેથલજીભાઈ ચાવડા રકતતુલા મહોત્સવ યોજાયો


વાડોદર ખાતે શ્રી પેથલજીભાઈ ચાવડા રકતતુલા મહોત્સવ યોજાયો
વાડોદર ખાતે તા:-૮-૧૧-૦૯ ને રવિવાર ના રોજ આહીર જ્ઞાતિ ના આદરણીય ગ્નાતીરત્ન શ્રી પેથલજીભાઈ ચાવડા ની સુદિર્ઘ સેવા ઓ અને જ્ઞાતિ ના વિકાસ માં તેઓશ્રી ના અનન્ય યોગદાન ના પ્રતિભાવો સ્વરૂપે શ્રી પેથલજીભાઈ ચાવડા ની ભવ્ય રકતતુલા કરવા માં આવી હતી
આ કાર્યક્રમ માં પોરબંદર ના સંસદ શ્રી વિઠલભાઈ રાદડિયા,શ્રી પ્રવીણભાઈ માંકડિયા,શ્રીએ જવાહરભાઈ ચાવડા,નાગદાનભાઈ ચાવડા,ઘનશ્યામભાઈ ખાતરીયા,દિલીપભાઈ ચાવડા,ભાનુભાઈ મેતા, હાજર રહ્યા હતા .
ધોરાજી-ઉપલેટા વિસ્તાર ના આજુબાજુ ના ગામ જેવા કે કુંધેચ.હળમતિયા ,વરજાંગ જાળિયા ,ગણોદ.ઉપલેટા એમ કુલ મળી ને દશ ગામો ના આહિર યુવાનો એ રક્તદાન માં ભાગ લીધો હતો .
શ્રી પેથલજીભાઈ ચાવડા ને વિનુભાઈ ડાંગર,કરશનભાઈ ડાંગર,હાજાભાઇ ડાંગર એ સન્માનપત્ર અર્પણ કર્યું હતું,તથા મોમેન્ટો જ્ઞાતિ ના આગેવાનો એ અર્પણ કર્યું હતું,શ્રી કરશનભાઈ ડાંગર (માજી તા.પ.સદસ્ય ધોરાજી)એ સૌ મહેમાનો નું સ્વાગત કર્યું હતું,
આ તમામ કાર્યક્રમ નું સંચાલન શ્રી ચંદુભાઈ હેરભા,મનુભાઈ બકુત્રા તથા રાજાભાઈ વીરડા એ કર્યું હતું